<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જન્‍મદિન કી શુભ ઘડી આયી, મુકેશકુમાર કો બધાઇ હો બધાઇ રાજકોટ, ભાવનગર, અમદાવાદના પૂર્વ કમિશનર

 

રાજકોટ : રાજયના ઉચ્‍ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રી મુકેશકુમારનો જન્‍મ તા. ૮ જુલાઇ ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના પ૭માં વર્ષાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના વતની અને ૧૯૯૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. રાજકોટમાં તેમણે બે દાયકા પહેલા ફરજ બજાવેલ પણ લોકો આજેય તેમની કામગીરીને યાદ કરી રહ્યા છે.

શ્રી મુકેશકુમાર વડોદરામાં મદદનિશ  કલેકટર, ડાંગમાં જિલ્લા કલેકટર, રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં (બે વખત) મ્‍યુનિસીપલ કમિશનર, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગમાં કમિશનર સર્વશિક્ષા અભિયાન નિયામક, ઇન્‍ડેક્ષ-બી માં મેનેજીંગ ડીરેકટર, શહેરી વિકાસ વિભાગ તથા પ્રાથમિક - માધ્‍યમિક શિક્ષણ વિભાગમાં અગ્રસચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-ર૦)

મો. ૯૯૭૮૪ ૦૭૬૭૬ ગાંધીનગર

(1:40 PM IST)