<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ઓગસ્ટ-૨૦૨૬ માં રાજ્યની જીએસટી આવકમાં ૨૮% નો વધારો :રાજ્યને જીએસટી હેઠળ ₹ ૮,૩૧૨ કરોડની આવક

ઓગસ્ટ-૨૦૨૬ માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૧૪.૮% રહેલ

ગાંધીનગર : ઓગસ્ટ-૨૦૨૬ માં રાજ્યને જીએસટી હેઠળ ₹ ૮,૩૧૨ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક ₹ ૮,૪૭૦ કરોડ કરતા ૨૮% વધુ છે. ઓગસ્ટ-૨૦૨૬ માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૧૪.૮% રહેલ छे.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ પાંચ માસમાં ઓગસ્ટ-૨૦૨૬ અંતીત જીએસટી હેઠળ રાજ્યને ₹ ૪૧,૬૯૧ કરોડની આવક થયેલ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક ₹ ૩૨,૪૯૦ કરોડ કરતા ૨૮% વધુ છે.
રાજ્યને ઓગસ્ટ-૨૦૨૬ માં વેટ હેઠળ ₹ ૩,૦૪૭ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ૧,૧૨૫ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ ૨૨ કરોડ ની આવક થયેલ છે.આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹ ૧૨,૫૦૫ કરોડની આવક થયેલ છે.

(7:12 PM IST)