તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સુરતીલાલાઓ ધ્યાન આપજો! આફતના વરસાદ વચ્ચે BRTS અને સિટી બસના 6 રૂટમાં મોટા ફેરફાર, 2 ભરતી પરીક્ષાઓ પણ મુલતવી
સરોલી, કુંભારિયા, મગોબ અને મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાતાં મનપાનો ત્વરિત નિર્ણય, મુસાફરોની સુરક્ષા માટે બસ સેવાના રૂટ ડાયવર્ટ અને ટૂંકા કરાયા

સુરત : દક્ષિણ ગુજરાત સહિત ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાએ અનરાધાર હેલી વરground કરતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતાં મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કુલ 6 બસ સેવાઓમાં રૂટ ડાયવર્ઝન અને રૂટ ટૂંકા કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
પાણી ભરાવાના કારણે BRTS સેવાના 4 અને સિટી બસના 2 રૂટ પ્રભાવિત થયા છે:
• BRTS રૂટ નં. 13: સરોલી અને કુંભારિયામાં પાણી ભરાતાં આ બસ હવે અમેઝિયાથી સાબર ગામ સુધી રિંગ રોડ મારફતે ડાયવર્ટ કરાઈ છે.
• BRTS રૂટ નં. 15AC અને 15C: મગોબ પરવત ખાડી પાસે પાણી ભરાવાને લીધે આ રૂટ આલથાણ ટર્મિનલ, જય જોગણી માતા BRTS અને અમેઝિયા વચ્ચે મર્યાદિત કરાયા છે.
• BRTS રૂટ નં. 16 અને 21: રૂટ નં. 16 (સચિન GIDC થી કોસાડ) હવે જય જોગણી માતા BRTS સુધી ટૂંકો કરાયો છે. જ્યારે રૂટ નં. 21 ને પણ અમેઝિયા અને જય જોગણી માતા સ્ટેન્ડ વચ્ચે જ સીમિત રખાયો છે.
• સિટી બસ રૂટ નં. 254 અને 504: મીઠી ખાડી ખાતે પાણી ભરાતાં કતારગામ-લિંબાયત રૂટની બસ કિન્નરી સિનેમા સુધી ટૂંકાવાઈ છે. ઉપરાંત ડુંભાલમાં પાણી ભરાતાં ભેસ્તાન-અમેઝિયા રૂટની બસ નારાયણ નગર સુધી જ ચલાવવામાં આવશે.
આ સિવાય, ભારે વરસાદી માહોલ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા 26 જુલાઈના રોજ યોજાનારી લેબોરેટરી ટેકનીશ્યન અને ત્રીજી શ્રેણી કલાર્ક (ઓડિટ) ની લેખિત ભરતી પરીક્ષાઓ પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખો મનપા દ્વારા પાછળથી અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
