તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, નવીન વિચારો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ સહિત વિવિધ વિષયો પર યુવાનો સાથે વિચાર વિમર્શ

અમદાવાદ તા.૨૬ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને વિકસિત ભારતના નિર્માણના શિલ્પી ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં યુવાશક્તિને સશક્ત અને સામર્થ્યવાન બનાવવાના અભિગમ થી થયેલા કાર્યો અને યુવાકેન્દ્રીત યોજનાઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.
તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, નવીન વિચારો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ સહિત વિવિધ વિષયો પર યુવાનો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
