તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ભાજપના નેતા ભાવિક ગજ્જર સામે સાંતેજ પોલીસ મથકમાં નોંધાયો હત્યાના પ્રયાસ સહીતનો ગુનો
આરોપીએ લોખંડના પંચ વડે હુમલો કરી તનીષ પટેલના નાક પર ગંભીર ઈજા પહોંચાડી: હુમલાખોરે યુવકની ગરદન દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો

ભાજપના નેતા ભાવિક ગજ્જર સામે સાંતેજ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે . કલોલના સનાવડ ગામે ‘ફોક રાસ’ ગરબા ગ્રાઉન્ડ બહાર રોડ ક્રોસ કરવા બાબતે થયેલી તકરારમાં મારામારી થઈ હતી, ફરિયાદીએ ગાડી રોકવાનો ઈશારો કરતા બોપલના ‘રિચી રીચ’ પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે હુમલો કર્યો હતો . આરોપીએ લોખંડના પંચ વડે હુમલો કરી 24 વર્ષીય તનીષ પટેલના નાક પર ગંભીર ઈજા પહોંચાડી હતી હુમલાખોરે યુવકની ગરદન દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો અને જમણા કાનની બૂટ બચકું ભરી કાપી નાખી હતી હુમલો કર્યા બાદ આરોપી કાળા રંગની મર્સિડીઝ ગાડીમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
