તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
રાજ્યમાં બદલાશે વાતાવરણ : નવરાત્રીમાં મેઘરાજા રમઝટ બોલાવશે : જાણો કઈ તારીખથી કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી : રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે, જ્યાં એક તરફ કાળજાળ ગરમીનો પ્રકોપ વધશે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની પણ સંભાવના

અમદાવાદ : રાજયમાં હવામાનની સ્થિતિને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર વાતાવરણ જોવા મળશે, જ્યાં એક તરફ કાળજાળ ગરમીનો પ્રકોપ વધશે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જે સામાન્ય રીતે ગાજવીજ અને વરસાદી સંભાવનાઓ માટે જાણીતો છે. જોકે, ૩૦ સપ્ટેમ્બર બાદ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે અને કાળજાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. અમુક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી ૧૦ ઓક્ટોબરથી ચૈત્ર નક્ષત્ર શરૂ થશે અને આ સમયગાળા દરમિયાન ગરબાના તહેવાર એટલે કે નવરાત્રિમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે. પવિત્ર નોરતાના પ્રથમ દિવસથી જ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે, જ્યારે પાંચમા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદ પડવાના યોગ બની રહ્યા છે. જોકે, વાતાવરણમાં અલનીનોની અસર જોવા મળે તો વરસાદની સંભાવના ઘટી પણ શકે છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
