<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ભારે વરસાદની આગાહીને પગલે સુરતના તમામ કાપડ માર્કેટ બંધ કરવા એસો,ની સૂચના

ભારે વરસાદની સંભાવનાને પગલે લેવામાં આવેલા આ નિર્ણયને વેપારીઓની સુરક્ષાના હિતમાં મહત્વપૂર્ણ પગલું

સુરતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ફોસ્ટા (FOSTA) એસોસિએશને શહેરના તમામ કાપડ માર્કેટ આજે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એસોસિએશને વેપારીઓને તાત્કાલિક માર્કેટ બંધ કરવા સૂચના આપી છે, જેથી વેપારીઓ, ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ફોસ્ટાએ અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તમામ વેપારીઓ વહેલી તકે પોતાના ઘરે અથવા સુરક્ષિત સ્થળે પહોંચી જાય. ભારે વરસાદની સંભાવનાને પગલે લેવામાં આવેલા આ નિર્ણયને વેપારીઓની સુરક્ષાના હિતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

(6:56 PM IST)