<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

તાપીમાં આશ્રમ શાળાની એક વિદ્યાર્થિની પર બીજી વિદ્યાર્થિનીએ ચપ્પુથી હુમલો કર્યો

મિત્રતા રાખવા થયેલી બોલાચાલીએ બંને બહેનપણીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હ

તાપી જિલ્લાની આશ્રમશાળામાં ભણતી તરુણીએ અન્ય તરુણી પર ચપ્પુથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મિત્રતા રાખવા થયેલી બોલાચાલીએ બંને બહેનપણીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તરુણીને બાથરૂમમાં બોલાવી ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. ઘાયલ તરુણીને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હુમલો કરનારી તરુણી સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  

(9:47 PM IST)