તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
પોરબંદર જિલ્લાની ચૂંટણીમાં રામભાઈ મોકરીયાને પ્રભારીની જવાબદારી મળતાં જ ૨૨ બેઠકોમાં ભાજપ બિનહરીફ
૧૮મી સુધી સ્પેશિયલ પાર્લામેન્ટ હોવાથી દિલ્હીથી પરત ફરતાની સાથે જ પોરબંદર ચૂંટણીના કામે લાગી જશે મહાનગરપાલિકાની ૧૩, જિલ્લા પંચાયતની ૨ અને તાલુકા પંચાયતની ૭ બેઠકો બિનહરીફઃ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સંકલન કરી કેસરિયો લહેરાવવા સક્રિયઃ ૫૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રામભાઈને વતનમાં મળી મોટી જવાબદારી

રાજકોટ, તા.૧૫: પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયાની પ્રભારી તરીકે નિમણૂક કરી છે. પ્રભારી બનતાની સાથે જ રામભાઈ મોકરીયાના નેતળત્વ હેઠળ ભાજપે પોરબંદર મહાનગરપાલિકાની ૧૩ સીટો, જિલ્લા પંચાયતની ૨ સીટો અને તાલુકા પંચાયતની ૭ સીટો બિનહરીફ મેળવી લીધી છે. આમ કુલ ૨૨ બેઠકો ચૂંટણી પહેલાં જ ભાજપના ખાતામાં આવી ગઈ છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. ફોર્મ ભરવાની અને પાછા ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપે તમામ બેઠકો જીતવાની નેમ સાથે તૈયારીઓ આરંભી દીધી છે. પ્રદેશ ભાજપે પોરબંદર જિલ્લાની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જવાબદારી સાંસદ રામભાઈ મોકરીયાને સોંપી છે.
રામભાઈ મોકરીયા પોરબંદરના વતની છે અને આ તેમનું રાજકીય કાર્યક્ષેત્ર પણ છે. તેઓ હાલ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સંકલન કરીને ચૂંટણીમાં કેસરિયો લહેરાવવા માટે સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. રામભાઈ છેલ્લા ૫૦ વર્ષથી એબીવીપી, જનસંઘથી માંડીને આજ સુધી ભાજપ સાથે જોડાયેલા છે. ભૂતકાળમાં મળેલી દરેક જવાબદારી તેમણે પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક નિભાવી છે.
પોરબંદર ખાતે ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ તેમને જવાબદારી સોંપી હતી. તાજેતરમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગળહમંત્રી અમિત શાહે તેમને ખાસ જવાબદારી સોંપી હતી. ઉત્તર પ્રદેશમાં તેમણે વરિષ્ઠ નેતાઓ સાથે સંકલન કરીને બે મહિના સુધી કેમ્પ કર્યો હતો અને ભાજપના વિજયમાં યોગદાન આપ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં પણ પાર્ટીએ જ્યાં જવાબદારી સોંપી ત્યાં તેમણે સફળતાપૂર્વક કામગીરી કરી છે. વર્ષો સુધી પોરબંદરમાં રહ્યા હોવાથી તેઓ જિલ્લાના દરેક ગામ, તાલુકા અને શહેરથી સંપૂર્ણ રીતે વાકેફ છે. રાજકીય પરિસ્થિતિનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી જિલ્લા પ્રભારી તરીકેની તેમની વરણી ચૂંટણીમાં ભાજપને વિશેષ લાભ કરાવશે તેવી કાર્યકરોમાં ચર્ચા છે.
હાલ દિલ્હી ખાતે ૧૬, ૧૭ અને ૧૮ તારીખે ત્રણ દિવસ સ્પેશિયલ પાર્લામેન્ટ સત્ર ચાલુ છે. આ સત્રમાં મહિલા સશક્તિકરણના સંદર્ભમાં ચર્ચા થવાની છે. તેથી રામભાઈ મોકરીયા દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં હાજરી આપશે. દિલ્હીથી પરત ફરતાની સાથે જ તેઓ સીધા પોરબંદર ચૂંટણીના કામે લાગી જશે. તેમની વરણીને લઈને પોરબંદર જિલ્લાના ભાજપ પરિવારમાં આનંદ છવાઈ ગયો છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
