<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

રાષ્ટ્રીય સાંપ્રદાયિક સમભાવ સપ્તાહ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના કર્મયોગીઓને લેવડાવ્યા ‘રાષ્ટ્રીય અખંડતા શપથ’: ભારતના સંવિધાનની ઉદ્દેશિકાનું પઠન

દેશની આઝાદી અને અખંડતાને અકબંધ રાખવા તેમજ તેને વધુ મજબૂત બનાવવા માટે પૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે : સત્યનિષ્ઠાપૂર્વક પ્રતિજ્ઞા લીધી

અમદાવાદ તા.૨૩ : રાષ્ટ્રીય સાંપ્રદાયિક સમભાવ સપ્તાહના ઉપલક્ષ્યમાં આજે તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ લોકભવનના કર્મયોગીઓને ‘રાષ્ટ્રીય અખંડતા શપથ’ લેવડાવ્યા હતા. આ અવસરે ભારતના સંવિધાનની ઉદ્દેશિકાનું પણ પઠન કરવામાં આવ્યું હતું.

 

રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ લોકભવનના કર્મયોગીઓએ સત્યનિષ્ઠાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ દેશની આઝાદી અને અખંડતાને અકબંધ રાખવા તેમજ તેને વધુ મજબૂત બનાવવા માટે પૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે. 

(4:04 PM IST)