<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયામાં 104 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી

ટિકિટ માટેની આટલી મોટી સંખ્યામાં દાવેદારીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ જોવા મળી રહી છે. વિધાનસભાની આ ટર્મ પૂર્ણ થવામાં માત્ર એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં, ઉમેદવારી નોંધાવવા માટે ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 104 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં 83 પુરુષ અને 21 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. ટિકિટ માટેની આટલી મોટી સંખ્યામાં દાવેદારીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે. હવે આગામી સપ્તાહમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

(1:06 AM IST)