તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ભારે વરસાદની આગાહીના પગલે, વડોદરાના ડભોઈમાં 40 જેટલા જર્જરીત મકાનો ખાલી કરવા નોટિસ
ચીફ ઓફિસર કિશન તડવીની આગેવાનીમાં કાર્યવાહી શરૂ: રિક્ષા મારફતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ

વડોદરા ; ભારે વરસાદની આગાહીના પગલે, વડોદરાના ડભોઈમાં જર્જરીત મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે 40 જેટલા ભયગ્રસ્ત મકાનધારકોને સ્થળાંતરની સૂચના આપવામાં આવી છે. ચીફ ઓફિસર કિશન તડવીની આગેવાનીમાં કાર્યવાહી શરૂ કરાઈ છે.. રિક્ષા મારફતે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે . સ્થળાંતર જરૂરી બને તો વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા નગરપાલિકા તંત્ર સજ્જ થયું છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
