તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
દિવાળી ટાણે જ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો રો-મટીરિયલના ભાવમાં કમરતોડ વધારો થતાં વેપારીઓ મુશ્કેલીમાં
તહેવારોની સીઝન પૂર્વે જ કાચા માલના ભાવ ભડકે બળ્યા: પ્રોડક્શન કોસ્ટ વધતા કાપડ બજારમાં મંદી અને અનિશ્ચિતતાનો માહોલ

સુરત:દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના સૌથી મોટા કાપડ ઉત્પાદક કેન્દ્ર ગણાતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર મોટું સંકટ ઘેરાયું છે. તહેવારોની સીઝન દરમિયાન સામાન્ય રીતે કાપડ બજારમાં કરોડો રૂપિયાનો ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે રો-મટીરિયલ (કાચા માલ)ના ભાવમાં થયેલા અસહ્ય અને કમરતોડ વધારાના કારણે વેપારીઓ તથા પ્રોસેસર્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
યાર્ન (ધાગા), કલર-કેમિકલ અને પેકિંગ મટીરિયલ સહિત કાચા માલના ભાવમાં ટૂંકા સમયમાં જ મોટો ઉછાળો આવ્યો છે. ભાવવધારાના કારણે કાપડના ઉત્પાદન ખર્ચ (Production Cost)માં સીધો વધારો થયો છે, જ્યારે સામે પક્ષે તૈયાર કાપડના યોગ્ય દામ મળી રહ્યા નથી. ઓર્ડર હોવા છતાં ઊંચા પ્રોડક્શન કોસ્ટના કારણે માલ તૈયાર કરવો કે નહીં તેને લઈને વેપારીઓ ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે.
ઉત્પાદન ઘટાડવા અને એકમો બંધ રાખવાની નોબત
કાચા માલના ભડકે બળતા ભાવ અને પ્રોફિટ માર્જિન ધોવાઈ જવાના કારણે સુરતના અનેક વિવિંગ અને પ્રોસેસિંગ યુનિટોએ પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે જો રો-મટીરિયલના ભાવ પર તુરંત અંકુશ લાવવામાં નહીં આવે તો દિવાળીની સીઝનમાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે, જેની સીધી અસર લાખો કારીગરોના રોજગાર પર પણ પડી શકે છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
