<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

નર્મદા જિલ્લામાં થતા અકસ્માતો અટકાવવા ARTO દ્વારા માલવાહક વાહનો પર રેડિયમ લગાવાયા

બાયપાસ રોડ પર વહેલી સવારથી RTO ઇન્સ્પેક્ટર એમ પી સુથાર RTO વિભાગની ટીમ સાથે ઘણા વાહનોને જાતે રેડિયમ લગાવી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યની બોર્ડરનો જિલ્લો છે. અને આ જિલ્લામાંથી નાના મોટા ભારે માલવાહક વાહનોની અવાર જવર વધુ જોવા મળે છે ત્યારે મુખ્ય માર્ગો પર રાત્રી દરમ્યાન દોડતા વાહનો કે હોટલો ધાબા પર ઉભા રહેલવાહનો ની આગળ પાછળ કોઈ રેડિયમ માર્કિંગ ના હોવાના કારણે અકસ્માતો થતા હોય છે. ઉભેલા ટેમ્પા કે ટ્રકમાં પાછળથી મોટર સાયકલ કે કાર ધડાકાભેર અથડાય છે. જે અકસ્માતો જાન લેવા પણ બની જતા હોય છે ત્યારે નર્મદા જિલ્લા ARTO નિમિષાબેન પંચાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી માટે નર્મદા જિલ્લામાંથી પસાર થાતાં વાહનો નેરેડિયમ લગાવવામાં આવ્યા જેથી અકસ્માત સર્જાય નહિ અને દૂરથી આવતા વાહનો અન્ય વાહનો ને રેડિયમથી ખબર પડે માટે રાજપીપળા  બાયપાસ રોડ પર વહેલી સવારથી RTO ઇન્સ્પેક્ટર એમ પી સુથાર RTO  વિભાગની ટીમ સાથે ઘણા વાહનોને જાતે રેડિયમ લગાવી હતી.

(12:30 AM IST)