<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

હીરામણિ પ્રાથમિક શાળામાં કલાત્‍મક પ્રવૃતિનું આયોજન

રાજકોટઃ અમદાવાદની  હીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્‍યમમાં ધોરણ-૫થી૭ના વિદ્યાર્થીઓ માટે કાલે અને મિરર વર્ક આધારિત પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓએ કલેનો ઉપયોગ  કરીને વિવિધ આકારો અને આકૃતિઓ તૈયાર કરી, જેમાં રંગબેરંગી મિરર લગાવીને સુંદર સુશોભન કર્યુ હતું. આ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓએ સર્જનાત્‍મકતા, કલ્‍પનાશકિત, એકાગ્રતા, હસ્‍તકોૈશલ્‍ય તેમજ પોતાની કલાત્‍મક પ્રતિભાવનું સુંદર પ્રદર્શન કર્યુ તેમ ભગવત અમીન સી.ઇ.ઓ જણાવે છે

(2:14 PM IST)