તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 2nd October 2026
પોષડોડાની ફેરાફેરી કરતી બિશ્નોઇ ગેંગ ઉપર અરવલ્લી પોલીસનું ફાયરીંગ :સાગ્રીતને પગમાં ગોળી મારી : પીઆઇ સહિત ૩ ને ઇજા
પોષડોડા ઘુસાડનાર બિશ્નોઇ ગેંગની સિન્ડીકેટને ગમે તે ભોગે તોડી નાખી જેલ ભેગી કરાશેઃ એસપી મનોહરસિંહ જાડેજા : સ્કોર્પીયોને રોકવાનો પ્રયત્ન કરતા બિશ્નોઇ ગેંગના સાગ્રીતે પોલીસ ઉપર ફાયરીંગ કરતા એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાએ સ્વ બચાવમાં ફાયરીંગ કર્યુ : ઇજાગ્રસ્ત આરોપીના હાથમાંથી માઉઝર પિસ્તોલ સહિત બે પિસ્તોલ કબ્જે કરાઇ : ફરાર આરોપીને ઝડપી લેવા નાકાબંધી

રાજકોટ, તા., ર : અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બિશ્રોઈ ગેંગની સ્કોર્પિયો ગાડીમાં પોષડોડા ઘુસાડવાની સિન્ડિકેટને તોડી નાખવા અરવલ્લી પોલીસે એક સપ્તાહમાં વધુ એક દિલધડક ઓપરેશન કર્યું છે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલપુરના મોર ડુંગરી ગામ નજીક સ્કોર્પિયો કારમાં પોષડોડાની હેરાફેરી કરતી બિશ્રોઈ ગેંગને પડકારતા પોલીસ જીપ પર ફાયરિંગ કરતા એલસીબી પીઆઇએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગથી બિશ્રોઈ ગેંગના સાગરીતને પગમાં ગોળી વાગતા ઢળી પડ્યો હતો અન્ય એક સાગરીત ફરાર થઈ ગયો હતો પોલીસે ઈજાગ્રસ્ત માફિયાના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ જપ્ત કરી હતી.
અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ PI એમ.એચ.ઝાલાને બિશ્રોઈ ગેંગ જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી સ્કોર્પિયો ગાડીમાં પોષડોડાનો જથ્થાની હેરાફેરી કરી રહી હોવાની બાતમી મળતા જીલ્લાના માર્ગો પર નાઈટ પેટ્રોલિંગ તેજ કરી દીધું હતું માલપુર તાલુકાના મોરડુંગરી નજીક નાકબંધી કરી પોષડોડા ભરી પસાર થતી સ્કોર્પિઓને રોકવાનો પ્રયત્ન કરતા બિશ્રોઈ ગેંગના સાગરીતે પોલીસજીપ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા એલસીબી પીઆઇ ઝાલાએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા ફાયરિંગ કરનારના પગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થતા ઢળી પડ્યો હતો એક આરોપી ફરાર થઇ ગયો હતો પોલીસે તેના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ અને સ્કોર્પિઓમાંથી એક માઉઝર પિસ્તોલ સહીત બે પિસ્તોલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી પાડવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી છે પોલીસે સ્કોર્પિયોની સઘન તપાસ કરતા તેમાંથી ગુણિયો ભરીને રાખવામાં આવેલો ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી તેમજ નશીલા દ્રવ્યોનો તમામ જથ્થો કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
અરવલ્લી LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે ઉત્તર ભારત તરફથી એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન મારફતે નશીલા દ્રવ્યોની ખેપ મારવામાં આવી રહી છે. બાતમીના આધારે મોરડુંગરીગામ નજીક ચુસ્ત ફિલ્ડિંગ ગોઠવવામાં આવી હતી. જેવી સ્કોર્પિયો કાર નજીક આવી કે તરત જ પોલીસે તેને અટકાવવા બેરિકેડ્સ ગોઠવી ઈશારો કર્યો હતો. નાકાબંધી જોઈ કારમાં સવાર બિશ્રોઈ ગેંગના સાગરીતોએ ગભરાટ વગર પિસ્તોલ કાઢી પોલીસ જવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા ક્ષણભરમાં પરિસ્થિતિ ગંભીર અને જીવલેણ બની ગઈ હતી.
LCB પોલીસ દ્વારા આત્મરક્ષણ અર્થે ત્રણ ચાર રાઉન્ડ વળતો ગોળીબાર કરી બિશ્રોઈ ગેંગના સાગરીતને પગ પર ગોળી મારી બ્લેક કલરની સ્કોર્પિયોમાં ગાડીમાં રહેલા બિશ્રોઈ ગેંગના સાગરીતોએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા પીઆઈ ઝાલાએ અદભુત સમયસૂચકતા દાખવી સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ બિશ્રોઈગેંગના સાગરીત પર કરતા એક સાગરીતના પગ પર ગોળી મારતા ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યો હતો એલસીબી પોલીસ અન બિશ્રોઈ ગેંગ વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તાર ગોળીબારથી ધણધણી ઉઠ્યો હતો
દરમિયાન ફાયરીંગને પગલે ઘટના સ્થળે દોડી ગયેલ અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ કહયું હતું કે પોષડોડા ઘુસાડનાર બિશ્રોઇ ગેંગની સીન્ડીકેટને ગમે તે ભોગે તોડી જેલ ભેગી કરાશે. ફરાર આરોપીને ઝડપવા માટે આજુબાજુના જીલ્લામાં નાકાબંધી કરાઇ છે. પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ ડ્રોન સર્વેલન્સ અને સ્નીફર ડોગની મદદથી જંગલ તથા કોતરોમાં સઘન કોમ્બીંગ હાથ ધરાયું છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
