<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વલસાડના ઉમરગામમાં અરેરાટી :માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો :ચકચાર

ઘરેલુ કંકાસ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું?:પોલીસ તપાસ શરૂ

વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જનેતા જ પોતાના સંતાનોની કાળ બની હોય તેમ, અકળ કારણોસર પોતાના ત્રણ માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. બાળકોની ઘાતકી હત્યા કર્યા બાદ માતાએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

 

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઉમરગામના એક પરિવારમાં ઘરેલુ કંકાસ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે ગંભીર હાલતમાં માતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

 

આ સમગ્ર ઘટના અંગે મૃતક બાળકોની સાસુએ પોતાની વહુ પર અત્યંત ગંભીર અને સળગતા આક્ષેપો કર્યા છે. સાસુએ રડતા અવાજે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, "મારી વહુએ જ મારા ઘરના ત્રણેય દીવડાઓને બુઝાવી દીધા છે. વહુએ જ નિર્દયતાપૂર્વક ત્રણેય માસૂમ બાળકોની હત્યા કરી નાખી છે "

 

(4:06 PM IST)