તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
કેપ્ટન સ્મિતની શૌર્યગાથાને બિરદાવતા પૂ. મોરારિબાપુ : હનુમંત કૃપા પ્રસાદ રૂપે રૂ. ૨૧ લાખ અર્પણ કર્યા
૧૮૦ મુસાફરોના જીવ બચાવનાર જાંબાઝ કેપ્ટન સ્મિતના અદભુત કાર્યને પૂ. બાપુએ હૃદયપૂર્વક વાજતે-ગાજતે બિરદાવ્યું : પરિવારજનોને પાઠવી શુભેચ્છાઓ

તલગાજરડા:મિડ-એર આતંકી હુમલા વચ્ચે અસાધારણ હિંમત અને સમયસૂચકતા દાખવી ૧૮૦ મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતની શૌર્યગાથા આજે સમગ્ર વિશ્વમાં ગવાઈ રહી છે. ભારત દેશનું નામ વિશ્વભરમાં રોશન કરનાર આ જાંબાઝ સપૂતને પૂ. મોરારિબાપુએ હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા છે અને તેમની વીરતાને બિરદાવતા હનુમંત કૃપા પ્રસાદ રૂપે રૂપિયા ૨૧ લાખ અર્પણ કરવાની જાહેરાત કરી છે.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિતના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. પળનો પણ વિલંબ કર્યા વિના તેમણે જે રીતે હિંમતપૂર્વક પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો તે અદભુત છે. કેપ્ટનના આ સાહસિક કાર્યને બિરદાવવા માટે પૂ. બાપુને શ્રી હનુમંત કૃપા પ્રસાદ રૂપે આ રાશિ અર્પણ કરવાનો શુભ વિચાર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન સ્મિતની આ વીરતા પૂર્ણ કામગીરી બદલ દંતાલી આશ્રમના પૂ. સચ્ચિદાનંદજી તરફથી રૂપિયા ૨૫ લાખની સન્માન રાશિ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર સ્વરૂપે રૂપિયા ૨૫ લાખ તેમજ એક ફાર્માસ્યુટિકલ કંપનીએ રૂપિયા ૧ કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કરી છે. પૂ. મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના આ હનુમંત કાર્યને બિરદાવીને તેમના પરિવારજનોને પણ રાજીપો વ્યક્ત કરતા શુભેચ્છાઓ પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
