તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા : ટી-સ્ટોલમાં કુહાડી, પાઈપ અને ડંડા જેવા હથિયારથી તોડફોડ
હુમલામાં ઐયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને ભાવેશ મિર્ઝા નામના ત્રણ શખ્સો સંડોવાયેલા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતાજનક ઘટના બની છે બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા એક ટી સ્ટોલ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, લુખ્ખા તત્વોએ કુહાડી, પાઈપ અને ડંડા જેવા હથિયારો સાથે ટી સ્ટોલમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં ઐયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને ભાવેશ મિર્ઝા નામના ત્રણ શખ્સો સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હુમલાનો ભોગ બનેલા ફરિયાદી સાહિલ ઉર્ફે ઐયાન શેખ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન વચ્ચે પડેલા ટી સ્ટોલના માલિક વસીમ પઠાણને પણ આરોપીઓએ છોડ્યા નહોતા અને તેમના પર પણ હુમલો કર્યો હતો
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
