<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ફરી જબ્‍બર જનાદેશનો અવસર ડિસેમ્‍બરમાં ૧૦,૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી

રૂડુ રૂપાળુ ગામડુ, હૈયે હેતાળુ ગામડુ, કરે વિકાસ સંપીને સહુ, એવુ રૂડુ રૂપાળુ ગામડુ, : પંચાયતના સભ્‍ય અને સરપંચ ચૂંટવા મતપેટીમાં મતદાનઃ લડત રાજકીય પક્ષના નિશાન પર નહિ છતા રાજકીય રંગ

 

રાજકોટ તા.૩૦: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓના પરિણામ આવી ગયા છે. ૧૫ મહાનગરો, ૮૪ નગરો, ૨૬૧ તાલુકા પંચાયતો અને ૩૪ જિલ્લા પંચાયતોની ચૂંટણીના પડઘા રજુ શાંત થઈ રહ્યા છે ત્‍યાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. નવેમ્‍બર પ દિવાળી છે ત્‍યાર પછી ટૂંક સમયમાં ડિસેમ્‍બરમાં ગુજરાતમાં ૧૦,૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી મત મશીનથી નહીં પણ મત પત્રકથી  કરવામાં આવે છે .જેમાં મતદારે પોતાનો મત પેટીમાં નાખવાનો હોય છે .૧૦,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ  હોવાથી ડિસેમ્‍બરમાં ચૂંટણી થવા પાત્ર છે. રાજ્‍ય ચૂંટણી પંચે તેનીપ્રાથમિક તૈયારી શરૂ કરી દીધી છે .ગ્રામ પંચાયતના સભ્‍યો અને સરપંચોની ચૂંટણી થશે .સરપંચ ચૂંટવા માટે મતદારોએ સીધો મત આપવાનો હોય છે. ચૂંટાયેલા સભ્‍યો નહીં પણ મતદારો જ પોતાના સરપંચ પસંદ કરે છે .આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષના નિશાન પર લડવામાં આવતી નથી છતાં ગ્રામીણ કક્ષાએ તેને રાજકીય રંગ લાગે છે .

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિખવાદ નિવારવા શાસક પક્ષ દ્વારા બિનહરીફ પંચાયતો કરવા પ્રયાસો કરવામાં આવે છે.  જયાં ચૂંટણી વગર જ સરપંચ કે સભ્‍યો ચૂંટાય છે તેને સમરસ તરીકે ઓળખવામાં આવે છે. પંચાયતી રાજ વ્‍યવસ્‍થામાં ગામડું પાયાનો એકમ છે .ગ્રામીણ વિકાસ થકી દેશના વિકાસની કલ્‍પના કરવામાં આવી છે .રાજ્‍યમાં અમુક જગ્‍યાએ બબ્‍બે ગામોની સંયુક્‍ત પંચાયતો છે .કુલ ૧૦૦૦૦ જેટલી પંચાયતોની ચૂંટણી આવી રહી છે .જેમાંથી કેટલીક બિનહરીફ થશે .બે લાખથી વધુ ઉમેદવારો થાય તેવો અંદાજ છે. જ્‍યાં ચૂંટણી હોય તેવા ગામડાઓમાં મતદાન પૂર્વેનો રાજકીય માહોલ રોમાંચક થઈ જાય છે.(૨.૫)

(1:29 PM IST)