તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ગુજરાત સીડ ઈન્ડસ્ટ્રી એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા

અમદાવાદ : ગુજરાત સીડ ઈન્ડસ્ટ્રી એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં એસોસીશનના પ્રમુખ શ્રી ડો.એન.પી.પટેલ, વુપ પ્રમુખ શ્રી ગીરધરભાઈ પટેલ, સેક્રેટરી ડો. પી.પી.ઝવેરી, ખજાનચી શ્રી ભાવિન શાહ, તથા એસોસીએશનના ૧૫૦ થી વધુ સભ્યો હાજર રહેલ હતા. આ પ્રસંગે શ્રી અશોક કટેશીયાએ સ્વાગત અને પ્રાસંગિક કળષિ વિભાગના અધિકારીઓ જેમાં મુખ્ય મહેમાન શ્રી ડો. નિતિન શુક્લ, અતિથિ વિશેષ તરીકે શ્રી બી.જે. પટેલ, ડો. એચ.એમ. બાબરિયા અને શ્રી નિલેષ પટેલ એ હાજરી આપી હતી. એશિયા સ્પેસીફીક સીડ એસોસીશ, બેંગકોકના પ્રેસીડેંટ ડો. મનીષ પટેલ, સૌરાષ્ટ્ર સીડ્સમેન એસોસીએશનના પ્રમુખ ડો. ટી.એલ. ઢોલરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી નરેન્દ્ર માથોલીયાએ આભાર વિધિ કરેલ હતી. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
