<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

આંકલાવ પોલીસ સ્‍ટેશનના પીઆઇ રાજદીપસિંહ ભગતસિંહ વનાર ફેક્‍ટરી બંધ કરવાની ધમકી આપી ૪૦ હજારની લાંચ લેતા એસીબીની જાળમાં રંગે હાથ ઝડપાયા

ફરિયાદી પાસે દોઢ ટન એસી અને રોકડની માંગણી કરનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સામે આણંદ એસીબીના પીઆઇ આર.એન. વિરાણી તથા ટીમ દ્વારા સફળ ટ્રેપ પાર પાડવામાં આવી

આણંદઃ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્‍ટેશન ખાતે એસીબી દ્વારા તા. ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ સફળ ટ્રેપ કરાઈ હતી. આંકલાવ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રાજદીપસિંહ ભગવતસિંહ વનાર દ્વારા એક જાગળત નાગરિકને બોલાવી ફેક્‍ટરી -દૂષણ ફેલાવે છે તેમ કહી બંધ કરાવી દેવાની ધમકી અપાઈ હતી. આરોપીએ દોઢ ટનના એ.સી. ની માંગણી કરી હતી અને ના પાડતાં રૂા. ૪૦,૦૦૦ ની લાંચ માગી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબી પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવાયું હતું. આ દરમિયાન આક્ષેપિત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પોતાની ચેમ્‍બરમાં જ રૂા. ૪૦,૦૦૦ સ્‍વીકારી લીધા હતા અને સ્‍થળ પર જ રંગે હાથ પકડાઈ ગયા હતા.

આ સમગ્ર સફળ ટ્રેપ આણંદ એ.સી.બી. પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.એન.વિરાણી તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે. રાજ્‍ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરનાર આ અધિકારી વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરાઈ છે

(1:39 PM IST)