તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ડેડીયાપાડા તાલુકાના ઘનખેતર ગામે આવેલ આંગણવાડીની પાંચ વર્ષથી જર્જરિત : બાળકો અન્યત્ર ભણવા મજબૂર
હવે નવા ચૂંટાયેલા ઉમેદવારો આ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરાવે તેવી આશા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં અનેક આંગણવાડીના ખસ્તા હાલ હોય ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ ધ્યાન આપતા નથી, જેમાં દેડિયાપાડા તાલુકાના ધનખેતર ગામની આંગણવાડીનું મકાન છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત છે છતાં કોઈ કામગીરી થતી નથી.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના ઘનખેતર ગામે આવેલ આંગણવાડીની પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે, હાલ પાંચ વર્ષથી આંગણવાડી બેન ઘરે જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્ર ધ્યાન આપતું નથી ડેડીયાપાડા જિલ્લા પંચાયત સદસ્ય પંકજભાઈ મહેન્દ્ર વસાવા નિવાલદા તાલુકા પંચાયત સદસ્ય મનીષાબેન જશુભાઈ વસાવા એ રૂબરૂ મુલાકાત લીધી ત્યારબાદ વહેલી તકે કામ થાય એવી બાંહેધરી આપી છે તેમજ ગ્રામ પંચાયત ના તલાટી ને પણ ધ્યાન દોરવામાં આવ્યુ છે.
જોકે હાલ મા ગ્રામ પંચાયતમા ચૂંટાયેલા સભ્યના પતિ જશુભાઈ વસાવાએ આ મુદ્દે જણાવ્યું કે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી, આંગણવાડી માટે ઘણા સમયથી ગ્રાન્ટ પણ આવી ગઈ છે પરંતુ જગ્યા માટે અસમંજસ હોય કામ ચાલુ થતું નથી. જેના કારણે આંગણવાડીમાં આવતા 25 જેવા બાળકો આંગણવાડી વાળા બહેનના ઘરે બેસી અભ્યાસ કરે છે જે ખરેખર શરમજનક વાત કહી શકાય. હવે નવા ચૂંટાયેલા ઉમેદવારો આ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરાવે તેવી આશા છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
