<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

માનસિક બીમારીથી પીડિત ગાડકોઇ ગામના બેકાર યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગાડકોઇ ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું

   પ્રાપ્ત માહિતી અનુસાર ધુળીબેન ઈશ્વરભાઇ તડવી ઉંમર વર્ષ ૫૦ રહે કેનાલ ફળીયું ગાડકોઇ ગામ તા. ગરુડેશ્વર જિ. નર્મદા નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ મરનાર વિષ્ણુભાઈ ઈશ્વરભાઇ તડવી (ઉંમર વર્ષ ૨૩ )(રહે કેનાલ ફળીયું ગાડકોઇ ગામ તા. ગરુડેશ્વર જિ. નર્મદા )નાઓ ગઇ તા.૧૫/૦૪/૨૦૨૬ ના રોજ સવારના સાતેક વાગ્યાના પોતાના ઘરે ઘણા સમયથી માનસીક બિમારીથી પિડાતો હતો અને કોઇ કામ ધંધો કરતો ન હોઇ જેથી કંટાળીને પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે ટ્રોમા સેન્ટર એકતાનગર ખાતે લઇ ગયેલ અને જ્યાં ડોક્ટર સાહેબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે રાજપીપળા લઈ ગયેલ અને ત્યાં સારવાર કરી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરેલ અને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર દરમ્યાન તા. ૧૬/૦૪/૨૦૨૬ ના રોજ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા એકતાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:08 PM IST)