News of Wednesday, 25th November 2026
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બેકાબૂ કારચાલકે 3થી 4 લોકોને અડફેટે લીધા
પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને મધ્યસ્થી કરી: પોલીસે સુરક્ષાના ભાગરૂપે કારચાલકને કાર સાથે સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગઈ

અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકો દ્વારા અકસ્માતો સર્જવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે તાજેતરમાં દાણીલીમડા વિસ્તારમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દાણીલીમડામાં આવેલા દૂધવાડી ચાલી પાસે એક કારચાલકે પોતાના વાહનનું સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ગફલતભર્યા અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગથી અકસ્માત સર્જ્યો હતો. આ બેકાબૂ કારે રસ્તા પર ચાલી રહેલા ૩ થી 4 જેટલા લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળું એકત્ર થઈ ગયું હતું અને ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા લોકોના કારણે સ્થિતિ તંગ બનતા કારચાલક ડરના માર્યે કારમાંથી બહાર આવ્યો ન હતો. મામલો ઉગ્ર બને તે પહેલા જ પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈને મધ્યસ્થી કરી હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે કારચાલકને કાર સાથે સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જોકે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી આ સમગ્ર મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
