તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
મહેમદાવાદના આમસરણ ગામમાં વીજપોલ પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત
ઝાડની ડાળી વીજ લાઇન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો.પોલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા અજય પર પડ્યો

મહેમદાવાદના આમસરણ ગામમાં વીજપોલ પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. ગામમાં રહેતો અજય યાદવ સ્થાનિક પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. આજે સવારે આશરે 10 વાગ્યે તે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો. ઝાડની ડાળી વીજ લાઇન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો. તે સમયે પોલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા અજય પર પડ્યો. આ ગંભીર અકસ્માતમાં અજયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદની સરકારી હોસ્પિટલ ખસેડાયો. મહેમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
