<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

બાર કાઉન્‍સિલની ૬ કમિટીમાં સૌરાષ્ટ્રના અમૃતા ભારદ્વાજને મહત્‍વનું સ્‍થાન

એક્‍ઝિક્‍યુટિવ કમિટી સહિત ડિસિપ્‍લિનરી, ફાઇનાન્‍સ, ગુજરાત લો હેરાલ્‍ડ સહિતની કમિટીમાં નિમણૂકઃ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્‍વ વધુ મજબૂત

રાજકોટઃ અમદાવાદ ખાતે મળેલી બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના સભ્‍યોની પ્રથમ બેઠકમાં વિવિધ મહત્‍વની કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રનાં પ્રથમ મહિલા BCG સભ્‍ય અમૃતા અભયકુમાર ભારદ્વાજની એકસાથે છ મહત્‍વની કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી છે.

અમૃતા ભારદ્વાજને સૌથી મહત્‍વની ગણાતી એક્‍ઝિક્‍યુટિવ કમિટી ઉપરાંત ડિસિપ્‍લિનરી કમિટી, ફાઇનાન્‍સ કમિટી, ગુજરાત લો હેરાલ્‍ડ કમિટી, સેક્‍સ્‍યુઅલ હેરસ્‍મેન્‍ટ ફોર વુમન એટ વર્કપ્‍લેસ કમિટી અને ન્‍યૂ બિલ્‍ડિંગ કમિટીમાં સ્‍થાન મળ્‍યું છે.

એકસાથે છ કમિટીઓમાં જવાબદારી મળતા અમૃતા ભારદ્વાજની બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતમાં ભૂમિકા વધુ મહત્‍વપૂર્ણ બની છે. તેમની આ નિમણૂકથી કાનૂની ક્ષેત્રે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્‍વ વધુ મજબૂત બન્‍યું છે અને સૌરાષ્ટ્ર માટે આ સિદ્ધિને ગૌરવરૂપ માનવામાં આવી રહી છે.

(3:34 PM IST)