તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી એક વર્ષિય કોર્ષનો પ્રારંભ

રાજકોટ તા. ૧૭ : આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્રોલોજી સુરતના સહયોગથી એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામનું આજે ઉદ્ધાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે.
ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી તેજસ પરમાર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત ઉપરાંત પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNIT, શ્રી આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ - એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ ૮૦ તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ૪૦ એન્જિનિયરિંગ તાાતકો અને ૪૦ ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો એક વર્ષિય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
