તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
આમલેથા પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ કિ.રૂ 3,30 લાખનો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા
( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લા પોલીસે હાલ દારૂ અને જુગાર પર લાલ કરી રેડો પાડી ગુના દાખલ કરે છે જેમાં હાલ માં આમલેથા પો.સ્ટે. વિસ્તારમાંથી એલસીબી પોલીસે કુલ કિ.રૂ 3,30,432/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર પી.આર. પટેલ, ઈન્ચા. પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા તથા અસરકારક નેસ્ત નાબુદ કરવાની કામગીરી ક૨વાના સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રતાપનગર આઉટ પોસ્ટથી ટીંબી ગામ તરફ જતા રોડ પર એક ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે આ ફોર વ્હીલ ગાડીને રોડની સાઈડમાં નીચે ઉતારી દઈ નાસી ગયેલ જે બાદ આ ટાટા ઈન્ડીગો કંપનીની સિલ્વર કલરની GJ-16-AA-2051 નંબર વાળી ગાડી ચેક ક૨તા તેમા પાછળ ભાગે ભરેલ ખાખી પુઠ્ઠાના બોક્ષ તથા પ્લા.ના મીણીયા થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારુ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ. 3,30,432નો પકડી પાડી પરેશભાઈ દશરીયાભાઈ વસાવા (રહે. ચિત્રોલ, તા. નાંદોદ, જી. નર્મદા) ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
