News of Wednesday, 22nd July 2026
વલસાડમાં રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સ્થિતિ પર કાબૂ મેળવવા મેદાનમાં ઉતરી કડક પગલાં લીધા
વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનું સઘન નિરીક્ષણ :નીચાણવાળા વિસ્તારના આશરે ૩૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા :જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) સહિતના અધિકારીઓએ છીપવાડ, હનુમાન ભાગડા અને કૈલાસ રોડ બ્રિજ જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી

વલસાડમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મેદાનમાં ઉતરીને કડક પગલાં લીધા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે
વલસાડ જિલ્લામાં ભારતીય હવામાન વિભાગની આગાહીના પગલે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સક્રિયતા દાખવી છે. તેમણે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારોનું જાતે નિરીક્ષણ કરીને લોકોને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં લીધાં છે
લેક્ટર સાંગવાને વલસાડ શહેરના પૂરપ્રવણ અને નીચાણવાળા વિસ્તારો જેમ કે હનુમાન ભાગડા, છીપવાડ અને કૈલાસ રોડ બ્રિજ ની સ્થળ મુલાકાત લીધી હતી.
સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા હનુમાન ભાગડાના સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે તકેદારીના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અધિકારીઓને ખડેપગે રહેવા અને ચોવીસેય કલાક મોનિટરિંગ કરવા સૂચના અપાઈ છે
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. []
રેડ એલર્ટ દરમિયાન કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ, પ્રાંત અધિકારી અને અન્ય વહીવટી અધિકારીઓની ટીમો તહેનાત રાખવામાં આવી છે
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
