તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
વલસાડના સલવાવમાં પૂરના પ્રંચડ પ્રવાહ વચ્ચે જીવ બચાવવા યુવક વીજ પોલ પર ચડ્યો :હેલીકૉપટરથી એરલિફ્ટિંગ કરાયું
ભારે પાણી અને પ્રવાહના કારણે કોઈ જમીની ટીમ ત્યાં સુધી પહોંચી શકે તેમ નહોતી, જેના કારણે આ યુવક લાંબા સમયથી અટવાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લોકો ફસાયા છે. વલસાડ જિલ્લામાં પૂરના પાણી બેકાબૂ બનતા વહીવટી તંત્ર દ્વારા હવે આકાશ માર્ગે એટલે કે હેલિકોપ્ટરની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમીની માર્ગો બંધ થઈ ગયા હોય તેવી જગ્યાએ હેલિકોપ્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
આ રેસ્ક્યુ ઓપરેશન અંતર્ગત વલસાડના સલવાવ વિસ્તારમાંથી એક અત્યંત રોમાંચક અને જીવ જોખમમાં મૂકનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક પૂરના પ્રચંડ પ્રવાહ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે ગઇકાલથી જ એક ઊંચા વીજ પોલ પર ચઢીને મદદની રાહ જોઈ રહ્યો હતો. ભારે પાણી અને પ્રવાહના કારણે કોઈ જમીની ટીમ ત્યાં સુધી પહોંચી શકે તેમ નહોતી, જેના કારણે આ યુવક લાંબા સમયથી અટવાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું અને એર લિફ્ટિંગ પદ્ધતિ દ્વારા આ યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડ પંથકમાં હજી પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ઘેરાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર લાવવા માટે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ અભિયાન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
