તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
વરસાદની આગાહી વચ્ચે વડોદરાના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઈનોની કામગીરીના કારણે માર્ગો ખોદાયેલા
આગામી છ દિવસ વરસાદની આગાહી વચ્ચે શહેરના ખુલ્લા ખાડા અને અધૂરા વિકાસ કામો ચિંતાનું કારણ બન્યા

વડોદરામાં આગામી છ દિવસ વરસાદની આગાહી વચ્ચે શહેરના ખુલ્લા ખાડા અને અધૂરા વિકાસ કામો ચિંતાનું કારણ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા, ડ્રેનેજ અને પાણીની લાઈનોના કામને કારણે માર્ગો ખોદાયેલા હાલતમાં છે. સામાન્ય રીતે 31 મે સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ હવે આ મુદત 15 જૂન સુધી લંબાવી છે.
વરસાદી પાણી ખાડાઓમાં ભરાવાની શક્યતા વચ્ચે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. અનેક સ્થળોએ કામ હજુ અધૂરું હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે તંત્ર માટે પણ સ્થિતિ પડકારજનક બની છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
