<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભરુચમાં ચૂંટણી વચ્ચે લોકોનું નેતાઓ સામે કડક વલણ: ‘કામ નહીં તો વોટ નહીં’ના નારા સાથે ચીમકી ઉચ્ચારી

પ્રાથમિક સુવિધાઓના ગંભીર અભાવને કારણે લાંબા સમયથી પરેશાન:લગભગ 200 મકાનોની સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાઓ સતત યથાવત

ભરુચમાં ચૂંટણી વચ્ચે સ્થાનિકોએ નેતાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ‘કામ નહીં તો વોટ નહીં’ના નારા સાથે રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે. વિસ્તરના લોકોનો આરોપ છે કે પ્રાથમિક સુવિધાઓના ગંભીર અભાવને કારણે તેઓ લાંબા સમયથી પરેશાન છે. લગભગ 200 મકાનોની સોસાયટીમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાઓ સતત યથાવત છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાઓ ઉકેલાતી ન હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પરિસ્થિતિ એવી છે કે કંટાળેલા રહેવાસીઓ આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે અને ચૂંટણી સમયે પોતાના હક્ક માટે દબાણ વધારી રહ્યા છે.

(6:42 PM IST)