<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મોડીરાત્રે સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

મોડીરાતે 11.9 કલાકે ભૂકંપનો આંચકો:ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 42 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું:વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો

સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે 3.2ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે. રાત્રે 11.9 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 42 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.

  દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં પોલીસે ત્યાં રહેતા નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જળમગ્ન વિસ્તારોમાં વાહનવ્યવહાર પૂર્વવત રાખવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે, તેમજ પાણી ભરાયેલા મુખ્ય માર્ગો પરથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

(1:22 AM IST)