તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગુજરાતની અદાલતોમાં પ,૩૦,૭૧૦ કેસો પૈકીના કુલ ૪,૪૬,૪ર૩ કેસોમાં થયેલ સુખદ સમાધાન
ગુજરાતમાં યોજાયેલ ર૦ર૬ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિલીટીગેશન-દાંપત્યજીવનના કેસો સહીત અકસ્માત વળતરના કેસોમાં કરોડો રૂપીયાના એવોર્ડ જાહેર

રાજકોટ, તા. ૧૪: સને ૨૦૨૬ ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત સમગ્ર રાજયમાં યોજાયેલ જેને ઝળહળતી સફળતા મળેલ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તથા અનુશ્રામાં આયોજિત આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને તલસ્પર્શી માર્ગદર્શન આપેલ. તાજેતરની લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા કે, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટમેન્ટ એક્ટ ચેક પરત ને લગતી ફોજદારી તકરરો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરરો તથા ઔધ્યોગિક તકરરો વિગેરે સ્વરૂપના આશરે ૫૩૦૭૧૦ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ. જે પૈકી ૬૪૬૪૨૩ કેસોનો સુખદ નિવેડો આવેલ અને આશરે રૂપિયા ૧૨૭૭.૧૪ કરોડના એવોર્ડ દોરવામાં આવેલ. કુલ ૯,૦૨,૩૩૩ પૂર્વ અને પોસ્ટ-લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને ૧૩૭૯,૧૮ કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજ્યના કુલ ૪,૫૫,૯૧૦ પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયેલ છે અને રૂપિયા ૧૦૨.૦૪ કરોડના એવોર્ડ દોરવામાં આવેલ છે. ઇ.ચલણના કુલ ૩,૩૮,૯૩૪ કેસો પૂરા થાય જેનાથી રૂપિયા ૩૧.૫૧ કરોડ વસૂલી શકાયેલ. રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી ૫૧૪૮ તકરારોનો પણ લોક અદાલતથી અંત આવેલ છે.
ચીફ જસ્ટિસ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષના અથાગ પ્રયાસના ભાગરૂપ રાજ્યભરની તમામ અદાલતોમાં યોજાયેલ મધ્યસ્થી એટલેકે કંસીલીએશનની વ્યવસ્થાના લાભના કારણે ૧૦ વર્ષથી જૂના ૪૫૯ કેસોનો સુખદ નિવેડો આવેલ છે. ટારગેટેડ કુલ ૫૨૮૯ કેસો લોક અદાલતમાં ફેસલ કરવામાં આવેલા છે. રાજ્યમાં દિન પ્રતિદિન લોક અદાલત થકી તકરાર નિવારણ નું ચલણ વધી રહ્યું છે અને વ્યવસ્થા લોકપ્રિય બની રહી છે.
આમ. ૨૦૨૬ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત વિવાદોના ઝડપી, સૌહાર્દપૂર્ણ અને ખર્ચ-અસરકારક નિરાકરણ માટે એક અસરકારક પ્લેટફોર્મ સાબિત થઈ છે. જે ગુજરાતની કાનૂની સેવા સંસ્થાઓની બધા માટે ન્યાયની પહોંય વધારવા માટેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરેલ છે. તેમ સભ્ય સચીવ હેતલ પરમારએ ગુજરાત હાઇકોર્ટ સ્ટેટ લીગલ કમીટીની યાદીમાં જણાવેલ છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
