તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Saturday, 17th October 2026
નવરાત્રીમાં ગરબે ઝૂમ્યું અમેરીકા, શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (જીય્ફ¡) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અમેરીકાની પ્રેરણાથી જીય્ફ¡ ગુરુકુલ અમેરીકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે.
અહીં સનાતન મંદિરના મધ્યમાં દુર્ગામાતાની ભવ્ય પ્રતિમા પધરાવવામાં આવેલ છે. માતાજીના સાનિધ્યમાં ગરબો, જુવારા વગેરેની સ્થાપના કરીને પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન દૂર સુદૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીની આરાધના માટે પધારે છે. અહીં પધારનારા ભક્તજનો માટે દરરોજ મહાપ્રસાદ તથા મોડી રાત્રે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવે છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
