<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમદાવાદમાં AMCના ડોગ સેલ્ટર હાઉસફુલ થવાના આરે : ડોગ બાઈટના કિસ્સાઓ વધતા સેલ્ટર હોમમાં સંખ્યા વધી

હવે શહેરના વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં નવા ડોગ સેન્ટર ઉભા કરવાની કામગીરી હાથ ધરાશે.

અમદાવાદમાં AMCના ડોગ સેલ્ટર હાઉસફુલ થવાના આરે પહોંચી ગયા છે. ડોગ સેલ્ટરમાં 700 ડોગ રાખવાની ક્ષમતા સામે હાલ 650 ડોગ રાખવામાં આવ્યા છે. દાણીલીમડા અને બહેરામપુરા ખાતે આવેલા ડોગ સેન્ટરમાં કુલ 350 ડોગ રાખવાની ક્ષમતા છે. શહેરમાં ડોગ બાઈટના કિસ્સાઓમાં વધારો થતાં સેલ્ટર હોમમાં ડોગની સંખ્યા વધી રહી છે. વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા વધુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં નવા ડોગ સેન્ટર ઉભા કરવાની કામગીરી હાથ ધરાશે. નવા સેન્ટર શરૂ થતાં ડોગને રાખવાની ક્ષમતા વધશે અને હાલના સેલ્ટર પરનો ભાર ઘટશે.

(5:27 PM IST)