તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
આંબલી રોડને મળશે વંદે ભારત એકસપ્રેસની ભેટ
અમદાવાદ-ઓખા વંદે ભારત એકસપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો : અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન : સુધારેલી સમયસારણી ૧૭ ઓગસ્ટ, ર૦ર૬ થી અમલમાં આવશે

રાજકોટ, તા. ર૮ : મુસાફરોની સુવિધા, વધુ સારી રેલ કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર ૨૨૯૨૫/૨૨૯૨૬ અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬થી અમલમાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પヘમિ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
સુધારેલી સમય-સારણી
ટ્રેન નંબર ૨૨૯૨૫ સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઑગસ્ટ, ૨૦૨૬ થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે ૦૬: ૧૫ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર ૦૬: ૨૩ વાગ્યે પહોંચશે અને ૦૬: ૨૫ વાગ્યે પ્રસ્થાન કરીને, રાજકોટ ૦૯.૩૧ વાગ્યે પહોંચશે અને ૦૯.૩૬ વાગ્યે પ્રસ્થાન કરશે, ૧૩: ૨૦ વાગ્યે ઓખા પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી ૧૬: ૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન ૧૯.૪૪ વાગ્યે રાજકોટ પહોંચશે અને ૧૯.૪૯ વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર ૨૨: ૪૦ વાગ્યે પહોંચશે અને ૨૨: ૪૨ વાગ્યે પ્રસ્થાન કરીને ૨૩: ૧૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
આંબલી રોડ સ્ટેશનને પ્રથમ વખત મળશે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ
આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પ?મિ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે.
બુકિંગ સંબંધિત માહિતી
વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા ૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા ૧૬ ઑગસ્ટ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધી વિસ્તળત માહિતી માટે મુસાફરો કળપા કરીને www. enquiry.indianrail.gov.in પર જઈને વિગતો જોઈ શકે છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
