<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

અંબાજીના ગબ્બર પર્વત પર 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભક્તિ અને દેશપ્રેમનો સંગમ :માતાજીના મૂળ સ્થાનકે તિરંગા અને ત્રિરંગી ફુગ્ગાઓનો કરાયો ભવ્ય શણગાર

ગબ્બર ઝુલા ખાતે માતાજીની વિશેષ આરતી કરવામાં આવી જેમાં ઉપસ્થિત માઈભક્તોએ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે ભાગ લીધો

બનાસકાંઠા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પર 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભક્તિ અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગબ્બર પગથિયાં માર્ગ પર આવેલા માતાજીના મૂળ સ્થાનક 'મુખ્ય ઝુલા' ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગા તેમજ કેસરી, સફેદ અને લીલા રંગના ફુગ્ગાઓ (બલૂન) વડે નયનરમ્ય અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે ગબ્બર ઝુલા ખાતે માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત માઈભક્તોએ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે ભાગ લીધો હતો. દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે ગબ્બર પરિસરમાં દેશભક્તિના રંગે રંગાવાની પરંપરા રહી છે, જેને પગલે દર્શનાર્થે આવેલા યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

(1:49 PM IST)