તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
અંબાજીના દિલીપ પ્રજાપતિ પર રાજસ્થાનના જાંબુડીમાં હુમલો:મોટા ટોળાએ કથિત ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ
રાજસ્થાનના સીકરની છપ્પનસો ગેંગે હુમલો કર્યો હોવાનો પણ આરોપ: હુમલાખોરોએ દિલીપ પ્રજાપતિને ઢોર માર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી

બનાસકાંઠાના અંબાજીના દિલીપ પ્રજાપતિ પર રાજસ્થાનના જાંબુડીમાં જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. દિલીપ પ્રજાપતિ પર મોટા ટોળાએ કથિત રીતે ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. રાજસ્થાનના સીકરની છપ્પનસો ગેંગે હુમલો કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હુમલાખોરોએ દિલીપ પ્રજાપતિને ઢોર માર મારતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને પ્રથમ અંબાજીમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
