તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
મોડાસાના અમલઈ ગામે ખેતરમાં લટકતા વીજ તારને અડી જતાં કરંટ લાગવાથી ખેડૂતનું કમકમાટીભર્યું મોત
મોડાસા રૂરલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલઈ ગામ ખાતે ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગવાથી એક ખેડૂતનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગામના ખેડૂત કનકાભાઈ ખાંટ જ્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માતે નીચે લટકતા જીવંત વીજ તારને અડી જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ દુર્ઘટના બાદ મૃતક ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોડાસા પીએચસી (PHC) ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે મોડાસા રૂરલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
