તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
વડોદરાના ગોરવામાં પુત્રવધુ પર એસિડ એટેક કર્યાના આક્ષેપથી ચકચાર
એલર્જીની સમસ્યા હોવાથી મહિલાએ બાથરૂમ સાફ કર્યું ન હતું.જેથી ઉશ્કેરાયેલી સાસુએ વહુ પર એસિડ ફેંકતા તેના ગરદનના ભાગે ઇજા થઈ

ડોદરાના ગોરવામાં પુત્રવધુ પર એસિડ એટેક કર્યાના આક્ષેપથી ચકચાર મચી છે. પુત્રવધુએ સાસુ, પતિ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ એલર્જીની સમસ્યા હોવાથી મહિલાએ બાથરૂમ સાફ કર્યું ન હતું. જેને લઈને ઉશ્કેરાયેલી સાસુએ વહુ પર એસિડ ફેંકતા તેના ગરદનના ભાગે ઇજા થઈ હતી. મહિલાએ પતિ અને સાસરિયાઓ પર દહેજને લઈને શારીરિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે પતિ પિયુષ દુધરેજીયાની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. જ્યારે એસિડ ફેંકનાર સાસુની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ અન્ય સાસરિયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
