<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ચીકદા તાલુકાના કાકરપાડા ગામે RCC રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ : હલકી ગુણવત્તાના કામ સામે ગ્રામજનોમાં રોષ

ગ્રામજનોએ આ કામમાં વેઠ ઉતારી અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના કાકરપાડા ગામના વડ ફળિયામાં ગંગાપુર જતાં RCC રોડના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. આશરે 90 મીટર લાંબા આ RCC રોડના કામ દરમિયાન નિયમોનું પાલન ન થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

   ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડના કામમાં નીચી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ યોગ્ય પ્રમાણમાં મટિરિયલ નાંખવામાં આવતું નથી. જેના કારણે રોડની મજબૂતાઈ અંગે પણ સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ આ કામમાં વેઠ ઉતારી અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
સ્થાનિકોના કહેવા મુજબ સરકારી ધોરણો મુજબ કામ ન થતાં ભવિષ્યમાં રોડ ટકાઉ રહેશે કે નહીં તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામલોકોએ કામની તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ જણાવ્યું કે સરકાર દ્વારા વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જો કામમાં જ ગેરરીતિ થાય તો લોકોનો વિશ્વાસ તૂટે છે. હાલમાં આ મુદ્દે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

(7:27 PM IST)