News of Friday, 25th September 2026
સુરતમાં ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન સગીરાની છેડતીનો આરોપ :લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો
ONGC બ્રિજ નજીક એક ઘટનાએ અચાનક લોકોનું ધ્યાન ખેંચ્યું: સગીરાને લઈને થયેલા આરોપ બાદ સ્થળ પર રોષનો માહોલ:મામલો પોલીસ સુધી પહોંચતા યુવકને કસ્ટડીમાં લેવાયો

સુરતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન સગીરાની છેડતીના આરોપને લઈને હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં ગણેશ વિસર્જન માટે યાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ONGC બ્રિજ નજીક આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિસર્જન યાત્રા દરમિયાન એક યુવક પર સગીરાની છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ આરોપી યુવકને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો.
ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ONGC બ્રિજ નજીક બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે સ્થિતિ તંગ બની હતી. સગીરાની છેડતીના આરોપ બાદ લોકો દ્વારા યુવકને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
સગીરાની છેડતીના આરોપસર યુવકને લોકોએ ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા કેટલાક લોકોએ યુવકને માર માર્યો હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે યુવકને કબજામાં લઈ તેની અટકાયત કરી હતી. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટનાની હકીકત અને સગીરાની છેડતીના આરોપ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ચર્ચા અને ચકચાર જોવા મળી હતી. હાલ આરોપ અંગેની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે. આ મામલે પોલીસની કાર્યવાહી અને તપાસના આધારે આગળની વિગતો સામે આવવાની શક્યતા છે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
