<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વડોદરામાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

વડોદરાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ

વડોદરામાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે

વડોદરાની તમામ સરકારી, ગ્રાન્ટેડ (અનુદાનિત) તેમજ ખાનગી (પ્રાઇવેટ) શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો છે  હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણી અને સંભવિત પાણી ભરાવાની સ્થિતિને જોતા તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે

વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે વરસાદની સ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. રજા લંબાવવા અંગે કે અન્ય કોઈ પણ સત્તાવાર જાહેરાત માટે પોતાની શાળા/કોલેજના મેસેજ અથવા સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓ તપાસતા રહેવું

(6:40 PM IST)