<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેડિકલ અને ઇજનેરી સિવાયની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ નું કોમન એકેડેમિક કેલેન્‍ડર જાહેર

દિવાળી વેકેશન ૫ નવેમ્‍બર ૨૦૨૬થી ૨૫ નવેમ્‍બર ૨૦૨૬ સુધી (૨૧ દિવસ) રહેશે * સરકારી કોલેજો માટે ઉનાળુ વેકેશન ૨૭ એપ્રિલ ૨૦૨૭ થી ૧૪ જૂન ૨૦૨૭ (૪૯ દિવસ) સુધીનું રહેશેઃ યુનિવર્સિટીઓ માટે ઉનાળુ વેકેશન ૧૧ મે ૨૦૨૭ થી ૧૪ જૂન ૨૦૨૭ (૩૫ દિવસ) સુધીનું રહેશે

 ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપ સચિવ શ્રી આશિષ ચૌધરી દ્વારા ૨૬ મે ૨૦૨૬ ના રોજ એક મહત્‍વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. આ પ્રેસ નોટ અનુસાર, રાજ્‍યની સરકારી યુનિવર્સિટીઓમાં મેડીકલ, ઇજનેરી, ફાર્મસી અને અન્‍ય પ્રોફેશનલ કોર્સિસ સિવાયના અભ્‍યાસક્રમો માટે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું કોમન એકેડેમિક કેલેન્‍ડર નક્કી કરવામાં આવ્‍યું છે.

*  પ્રથમ સત્રની રૂપરેખાઃ

* યુ.જી. સેમેસ્‍ટર ૩ અને ૫ તથા પી.જી. સેમેસ્‍ટર ૩ માટે નવું શૈક્ષણિક કાર્ય ૧૫ જૂન ૨૦૨૬ થી શરૂ કરવામાં આવશે.

* પ્રથમ સત્રમાં ટીચિગ સાથે કુલ ૧૨૦ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જે ૨ ડિસેમ્‍બર ૨૦૨૬ સુધી ચાલશે.

* યુ.જી. સેમેસ્‍ટર ૧ અને ૭ તથા પી.જી. સેમેસ્‍ટર ૧ નું શૈક્ષણિક કાર્ય ૧ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે.

* કોલેજ અને યુનિવર્સિટીની આંતરિક પરીક્ષાઓ ૮ ઓક્‍ટોબર ૨૦૨૬ થી શરૂ કરીને ૨ ડિસેમ્‍બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

 *રાજ્‍યમાં દિવાળી વેકેશન ૫ નવેમ્‍બર ૨૦૨૬ થી ૨૫ નવેમ્‍બર ૨૦૨૬ સુધી (કુલ ૨૧ દિવસ) રહેશે.

* આ દિવાળી વેકેશન ગુજરાત ટેક્રોલોજીકલ યુનિવર્સિટી સહિત ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો માટે એક સમાન રહેશે.

* પ્રથમ સત્રની સત્તાવાર સમાપ્તિ ૨ ડિસેમ્‍બર ૨૦૨૬ ના રોજ થશે.

 ઞ્જ દ્વિતીય સત્રની રૂપરેખા

* યુ.જી. સેમેસ્‍ટર ૨, ૪, ૬ અને ૮ તથા પી.જી. સેમેસ્‍ટર ૨ અને ૪ માટે દ્વિતીય સત્ર ૩ ડિસેમ્‍બર ૨૦૨૬ થી શરૂ થશે.

* આ સત્રમાં કુલ ૧૧૩ દિવસનું કામકાજ રહેશે અને તે ૨૬ એપ્રિલ ૨૦૨૭ સુધી ચાલશે.

* દ્વિતીય સત્રની આંતરિક તેમજ યુનિવર્સિટી પરીક્ષાઓ ૨૫ માર્ચ ૨૦૨૭ થી ૨૬ એપ્રિલ ૨૦૨૭ ના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે.

*  દ્વિતીય સત્ર ૨૬ એપ્રિલ ૨૦૨૭ ના રોજ પૂર્ણ થશે.

ઞ્જ વેકેશન અને નવું શૈક્ષણિક સત્ર

* સરકારી કોલેજો માટે ઉનાળુ વેકેશન ૨૭ એપ્રિલ ૨૦૨૭ થી ૧૪ જૂન ૨૦૨૭ (૪૯ દિવસ) સુધીનું રહેશે.

* યુનિવર્સિટીઓ માટે ઉનાળુ વેકેશન ૧૧ મે ૨૦૨૭ થી ૧૪ જૂન ૨૦૨૭ (૩૫ દિવસ) સુધીનું રહેશે.

* વર્ષ ૨૦૨૭-૨૮ માટેનું નવું શૈક્ષણિક સત્ર ૧૫ જૂન ૨૦૨૭ થી શરૂ થશે.

અન્‍ય અગત્‍યની સૂચનાઓ

* પરીક્ષાઓ દરમિયાન તમામ ટીચિગ અને નોન-ટીચિગ સ્‍ટાફે પરીક્ષા અંગેની ડ્‍યુટી અચૂક બજાવવાની રહેશે.

* સંલગ્ન યુનિવર્સિટીના માળખા અને ધારાધોરણો મુજબ જ વિભાગો અને કોલેજોએ આંતરિક પરીક્ષાઓ લેવાની રહેશે.

* યુ.જી.સી. ના નિયમો (૧૮/૦૭/૨૦૧૮) અનુસાર, દરેક યુનિવર્સિટીએ અઠવાડિયામાં ૬ દિવસ શૈક્ષણિક કામગીરી થાય તે સુનિヘતિ કરવાનું રહેશે.

* યુ.જી.સી. ની જોગવાઈ મુજબ યુનિવર્સિટીઓ માટે કુલ ૮ અઠવાડિયાનું અને કોલેજો માટે ૧૦ અઠવાડિયાનું વેકેશન ફાળવવામાં આવ્‍યું છે.

 

(4:20 PM IST)