News of Friday, 2nd October 2026
સુરતમાં જ્યાં પણ જમવાનું બનાવીને પીરસવામાં આવતુ હોય તે તમામ સંસ્થાઓએ રસોડામાં CCTV લગાવવા ફરજિયાત
સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટ અને ઢાબા ધારકો માટે SMCનો મોટો આદેશ: સુરત મનપાના આરોગ્ય વિભાગે હોટલ રેસ્ટોરન્ટો માટે જાહેર કર્યું જાહેરનામું.

સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટ અને ઢાબા ધારકો માટે SMCનો મોટો આદેશ આવ્યો છે સુરત મનપાના આરોગ્ય વિભાગે હોટલ રેસ્ટોરન્ટો માટે જાહેરનામું જાહેર કર્યું છે જ્યાં પણ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે તે તમામ સંસ્થાઓએ રસોડામાં ફરજિયાત કેમેરા લગાવવાના રહેશે. રસોડામાં ચાલતી તમામ કામગીરીનું લાઈવ ફૂટેજ ગ્રાહકો જોઈ શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવી પડશે. કાઉન્ટર પર રાખેલા ટીવી (ઓન-સ્ક્રીન) પર કિચનનું લાઈવ વીડિયો ટેલિકાસ્ટ દર્શાવવું હવેથી ફરજિયાત બનશે. ગ્રાહકો પોતાના ખોરાકની શુદ્ધતા અને સ્વચ્છતા જાતે જ લાઈવ સ્ક્રીન પર નિહાળી શકવા જોઈએ. ખાદ્યપદાર્થો બનાવવામાં સ્વચ્છતા અને પારદર્શકતા જાળવવાના હેતુથી આ કડક આદેશ આપવામાં આવ્યો. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ શહેરના તમામ હોટલ – રેસ્ટોરન્ટો માલિકોએ આ નિયમનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. નિયમનું પાલન નહીં કરનાર એકમો સામે SMC દ્વારા કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આદેશનું પાલન નહીં કરનાર સંસ્થાઓ સામે ફૂડ લાયસન્સ સ્થગિત કરવા સુધીના પગલાં ભરવામાં આવશે
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
