<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રાજયમાં વર્ષ-ર૦૩૦ સુધીમાં તમામ શહેરો વાયર ફ્રી બનાવાશે : ખેતી બચાવવા તા. પમી થી અભિયાન

અત્‍યાર સુધીમાં ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૪ : ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઇ હતી. બેઠક અંગે માહિતી આપતા ગુજરાત રાજયના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે  આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી બેઠકમાં માંજલપુર બરોડાના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી યોગેશ કાકા ના હુલામણા નામથી જેમણે પોતાની છબી ઊભી કરી હતી તેમના જવાથી સમગ્ર રાજ્‍યને ખોટ પડી છે તેવા યોગેશભાઇને શ્રદ્ધાંજલિ વ્‍યક્‍ત કરવામાં આવી.

આજે બેઠકમાં ગુજરાત રાજ્‍યને વાયર ફ્રી બનાવવાનો રાજ્‍ય સરકારે નિર્ણય કર્યો છે. ઓવરહેડ કેબલ નેટવર્ક ભૂમિની અંદર રહશે. ૨૦૩૦ સુધીમાં રાજ્‍યના તમામ જિલ્લા, તાલુકા, મહાનગરોને વાયર ફ્રી સિટી બનાવવામાં આવશે ભૂમિગત કેબલ નેટવર્ક હશે. જેનાથી કુદરતી આફત, વાયરથી થતા નુકસાન શોટ સર્કિટથી બચી શકશે. MSME ના સેવા સેક્‍ટર માટે નિર્ણય લેવામાં આવ્‍યો છે.

નીતિ આયોગની મીટિંગ જૂન મહિનામાં મળવાની છે ત્‍યારે ગુજરાત રાજ્‍ય પણ હાજર રહશે. દેશભરથી ગુજરાત રાજ્‍યને સોલર પેનલ માટે ર્પ્‍ીક્ક ૨૦૨૬ સુધી અગ્રણી નામ આપવામાં આવ્‍યું છે. ૪ જૂને દિલ્‍હી ખાતે સન્‍માન કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ગુજરાત રાજ્‍ય ભાગ લેશે. ખેતી બચાવવા જન આંદોલન ૫ જૂન થી ૨૧ જૂન સુધી ચાલશે. અત્‍યાર સુધીમાં ૮ લાખ ખેડૂતો પ્રાકળતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકળતિક ખેતી માટે લોકોને વધારે જાણકારી મળે એ માટે ખાસ આજે તમામ જિલ્લાના કલેકટર ડી. ડી. ઓ. અને તમામ ઉચ્‍ચ અધિકારીઓ સાથે ૪ વાગ્‍યે વિડીયો કોન્‍ફરન્‍સથી મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ મિટિંગમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત સાથે ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

(10:59 AM IST)