<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ગરમીના કારણે અચાનક બેભાન અને ગભરામણના કિસ્‍સામાં ચિંતાજનક ઉછાળો

ઈમર્જન્‍સી પરિસ્‍થિતિમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને મળતા કોલમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો : રાજ્‍યમાં દર વર્ષે ગરમીના કારણે મોતને ભેટતા ૧,૦૦૦ થી ૧,૫૦૦ લોકોઃ SSGમાં ૧૦ દિવસમાં ૧૦થી વધુ દર્દીઓ નોંધાયા

વડોદરા,તા.૨૧: ઉનાળાના આકરા તાપ અને વધતા જતાં તાપમાનને કારણે અત્‍યારે સમગ્ર રાજ્‍ય અને દેશમાં 'હિટવેવ' એક ગંભીર સમસ્‍યા બનીને ઉભરી રહ્યો છે. ગરમીના કારણે અચાનક બેભાન થઈ જવાના અને ગભરામણ થવાના કિસ્‍સાઓમાં ચિતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. કમનસીબે, આ પરિસ્‍થિતિ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલો મુજબ, છેલ્‍લાં કેટલાક વર્ષોમાં સરેરાશ તાપમાનમાં ૧.૫ થી ૨ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જયારે તાપમાન ૪૨ ડિગ્રીને વટાવે છે. ત્‍યારે માનવ શરીર તેની આંતરિક ઠંડક જાળવવાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે. દેશમાં કુદરતી આપત્તિઓથી થતા કુલ મોતમાંથી મોટો હિસ્‍સો લૂ ને કારણે થાય છે. દર વર્ષે સરેરાશ ૧,૦૦૦ થી ૧,૫૦૦ લોકો સત્તાવાર રીતે ગરમીના કારણે જીવ ગુમાવે છે, જો કે બિનસત્તાવાર આંકડો થણો મોટો હોઈ શકે છે.

૧૦૮ને મળતા કોલ્‍સમાં ગભરામણ, ચક્કર અને હિટ સ્‍ટ્રોકના મુખ્‍ય કેસોએપ્રિલથી જૂન મહિના દરમિયાન રાજ્‍યમાં ૧૦૮ ઇમરજન્‍સી સેવાઓને મળતા કોલ્‍સમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જોવા મળે છે. જેમાં ગભરામણ, ચક્કર આવવા અને હિટ સ્‍ટ્રોકના કેસો મુખ્‍ય હોય છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો ‘હિટ આઈલેન્‍ડ' બની રહ્યા છે, જ્‍યાં ગ્રામીણ વિસ્‍તારો કરતા તાપમાન ૩-૫ ડિગ્રી વધારે અનુભવાય છે

હિટ એકઝોશન

શરીરમાં પાણી અને ક્ષારની અતિશય ઉણપ થવાથી ગભરામણ શરૂ થાય છે. બ્‍લડ પ્રેશર લો થઈ જાય છે, જેના કારણે મગજને પરતો ઓક્‍સિજન મળતો નથી અને વ્‍યક્‍તિ બેભાન થઈ જાય છે.

હિટ સ્‍ટ્રોક

આ સૌથીજોખમી સ્‍થિતિ છે. જ્‍યારે શરીરનું તાપમાન ૧૦૪ ફેરનહિટ થી વધી જાય, ત્‍યારે મગજ. કિડની અને હૃદય જેવા અંગો કામ કરવાનું બંધ કરી શકે છે, જે સીધું મોતનું કારણ બને છે.

વધતા જતાં મોત માટે જવાબદાર પરિબળો

માત્ર ગરમી જ નહીં, પણ બદલાતી જીવનશૈલી પણ આ મૃત્‍યુઆંકમાં વધારો કરી રહી છે. જેમાં નિર્જલીકરણ (Delrydratiંઁ) કામના ભારણ હેઠળ લોકો પરતું પાણી પીવાનું ભુલી જાય છે. જેમને પહેલાથી જ હૃદયની બીમારી કે ડાયાબિટીસ છે, તેમના માટે ગભરામણ થવી એ હાર્ટ અટેકનું પુર્વચિન પણ હોઈ શકે છે.

ગરમીમાં લોહી ઘટ્ટ થવાની પ્રક્રિયા ઝડપી બને છે. બાધકામ સાઇટ પર કામ કરતા મજૂરો અને ખેતરોમાં કામ કરતા ખેડૂતો સૌથી વધુ ભોગ બને છે. બસ સ્‍ટેન્‍ડ કે રેલવે સ્‍ટેશન જેવી જગ્‍યાએ ગુંગળામણ વ્‍યક્‍તિને બેભાન કરે છે.

અતિશય ગરમીમાં પ્રદૂષણને કારણે શ્વાસનળીમાં સોજાની વધતી તકલીફ

પલ્‍મોનોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિનના નીલ ઠક્કરે જણાવ્‍યું હતું કે, હિટવેવ હવે માત્ર પર્યાવરણની સમસ્‍યા નથી રહી. તે ઝડપથી ગંભીર આરોગ્‍ય સંકટ અને મેડિકલ ઇમરજન્‍સી બની રહી છે. ગુજરાત અને સમગ્ર ભારતમાં વધતા તાપમાનને કારણે ડિહાઇ ડ્રેશન, હિટ સ્‍ટ્રોક, કિડની ઈન્‍જરી, હાર્ટ સંબંધિત તકલીફો તેમજ અસ્‍થમા અને ઘ્‍બ્‍ભ્‍ઝ જેવા શ્વાસના રોગોમાં ગંભીર વધારો જોવા મળી રહ્યો છે. અતિશય ગરમી હવામાં ઓઝોન અને પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. જેના કારણે શ્વાસનળીમાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ વધે છે.

(10:17 AM IST)