<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો: એક જ મહિનામાં 513 કેસ નોંધાયા : આરોગ્ય તંત્રમાં દોડધામ

ચાલુ વર્ષના 10 મહિનામાં જ ડેન્ગ્યુના દર્દીઓનો કુલ આંકડો 1,857 પર પહોંચી જતાં ગત આખા વર્ષનો રેકોર્ડ તૂટી ગયો

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક મોટો ઉછાળો નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેરમાં માત્ર એક જ મહિનામાં ડેન્ગ્યુના 513 કેસ સામે આવ્યા છે, જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષના 10 મહિનામાં જ ડેન્ગ્યુના દર્દીઓનો કુલ આંકડો 1,857 પર પહોંચી જતાં ગત આખા વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. એક તરફ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે તો બીજી તરફ શહેરમાં પીવાના પાણીના સેમ્પલ પણ ફેલ થતાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની ગંભીર ભયાવહ સ્થિતિ નિર્માણ પામી છે.

(2:08 PM IST)